એકપાત્રીય અભિનય શિક્ષા
એકપાત્રીય અભિનયઃ- શિક્ષા નમસ્કાર , હું શિક્ષા છું. મને ઓળખો છો તમે....... ? હા....ઓળખતા જ હશો કેમ.......બરાબર ને ? આ દુનિયામાં બધા મને પ્રાપ્ત કરવા માંગે છે. હું બધાની જ આ સમયમાં પ્રબળ ઈચ્છા બની ગઈ છુ. અમુક લોકોને હું આશાનીથી મળી જાવ છુ જ્યારે અમુક લોકોને મને મેળવવા માટે મેહનત કરવી પડે છે. હું શાળા , કોલેજ , તથા શિક્ષણના સ્થાન પર તમને જોવા મળુ છુ. આજના સમયમાં લોકોને મારી ખુબ જ જરુર જણાય છે. હું બધાને જ પ્રાપ્ત થઈ શકુ છું. મને પ્રાપ્ત કરીને લોકો સારા એવા હોદ્દા પર પોંહચી જાય છે. મને નાના બાળકોથી લઈને વડીલ લોકો પન માન સન્માન આપે છે. આ બધુ જોઈને મને ખુબ જ આંનદ થાય છે. પરંતુ આજના સમયમાં વધતા ભ્રષ્ટચાર સાથે હું પણ એમા જકળાઈ ગઈ છુ. મને વેચવામાં આવે છે. મારી કિંમત લગાવવામાં આવે છે. આ બધુ જોતા મને ઘણુ દુખ થાય છે. કેમ મને બધા એક્સરખી રીતે પ્રાપ્ત નહિ કરી શકતા ? મારી દિલથી ઈચ્છા છે કે દુનિયામાથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ જાય. અને હું...