એકપાત્રીય અભિનય શિક્ષા

                            એકપાત્રીય અભિનયઃ- શિક્ષા

નમસ્કાર, હું શિક્ષા છું. મને ઓળખો છો તમે.......?

હા....ઓળખતા જ હશો કેમ.......બરાબર ને ?

        આ દુનિયામાં બધા મને પ્રાપ્ત કરવા માંગે છે. હું બધાની જ આ સમયમાં  પ્રબળ ઈચ્છા બની ગઈ છુ. અમુક લોકોને હું આશાનીથી મળી જાવ છુ જ્યારે અમુક લોકોને મને મેળવવા માટે મેહનત કરવી પડે છે. હું શાળા, કોલેજ, તથા શિક્ષણના સ્થાન પર તમને જોવા મળુ છુ. આજના સમયમાં લોકોને મારી ખુબ જ જરુર જણાય છે. હું બધાને જ પ્રાપ્ત થઈ શકુ છું. મને પ્રાપ્ત કરીને લોકો સારા એવા હોદ્દા પર પોંહચી જાય છે. મને નાના બાળકોથી લઈને વડીલ લોકો પન માન સન્માન આપે છે. આ બધુ જોઈને મને ખુબ જ આંનદ થાય છે.

       પરંતુ આજના સમયમાં વધતા ભ્રષ્ટચાર સાથે હું પણ એમા જકળાઈ ગઈ છુ. મને વેચવામાં આવે છે. મારી કિંમત લગાવવામાં આવે છે. આ બધુ જોતા મને ઘણુ દુખ થાય છે. કેમ મને બધા એક્સરખી રીતે પ્રાપ્ત નહિ કરી શકતા? મારી દિલથી ઈચ્છા છે કે દુનિયામાથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ જાય. અને હું બધાને એક સમાન મળી શકુ..........!!!!!

Comments

Post a Comment